આપણું ગુજરાત

Nadiad માં બનાવટી ચલણી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું, બે લોકોની ધરપકડ

ગુજરાતમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવાના અનેક કેસો પ્રકાશમાં આવી રહ્યાં છે. નડિયાદમાં(Nadiad) એસઓજી પોલીસે દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડીને 1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: નકલી નોટોના રેકેટનો પર્દાફાશ: આણંદમાં 17 લાખની નકલી નોટો સાથે ચારની ધરપકડ…

ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા

પ્રાપ્ત વિગતો પ્રમાણે નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. આ અંગેની જાણ પોલીસને થતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અય્યુબ અલાદે કબૂલ્યું હતું કે તેઓ અસલી નોટોની મદદથી એફોર સાઈઝના પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.

યુટ્યૂબમાં બનાવટી નોટોના વીડિયો જોઈને બનાવતા

પોલીસે ઘટના સ્થળેથી 500ના દરની 135 નોટો, 200ના દરની 168 નોટો અને 100ના દરની 25 નોટો મળી કુલ 328 બનાવટી નોટો જપ્ત કરી હતી. એફએસએલ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું જણાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ યુટ્યૂબમાં બનાવટી નોટોના વીડિયો જોઈને આ બનાવટી નોટો બનાવતા હતા. પ્રાયમરી સ્ટેજ પર તેઓ નકલી ચલણી નોટો બનાવવા ફેલ થયા હતા. આ બનાવમાં અન્ય કોઈ સાગરીતની મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button