Gujarat ની 157 નગરપાલિકાના કર્મચારીઓએ ઉચ્ચારી તબીબી ભથ્થાં મુદ્દે હડતાળની ચીમકી
![Gujarat municipal employees protesting over medical allowance issue](/wp-content/uploads/2024/12/gujarat-municipal-employees-protest.webp)
અમદાવાદઃ ગુજરાતના નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ ન મળતાં સરકાર સામે હડતાળની તૈયારી દર્શાવી છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે તબીબી ભથ્થા મુદ્દે નિર્ણય નહી લેવાય તો રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે. નગર પાલિકાની ચૂંટણી સમયે જ કર્મચારી મહામંડળનું સરકારને આવેદનપત્ર આપ્યું છે.
તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવાની માંગ
એક તરફ રાજ્ય ચૂંટણીપંચ પંચાયત-પાલિકાની ચૂંટણીઓ યોજવા આયોજન કરી રહ્યુ છે. ત્યારે બીજી તરફ રાજ્યની નગરપાલિકાની કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ આદરી રહ્યાં છે. કારણ કે, તબીબી ભથ્થુ ચૂકવવામાં સરકારે ભેદભાવની નીતિ અખત્યાર કરી છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે રૂપિયા 100 આપવામાં આવે છે.
Also read: Gujarat માં કોલ્ડ વેવ , અમદાવાદ સહિત અનેક શહેરોનું લધુત્તમ તાપમાન ઘટ્યું
એક હજાર રૂપિયા ચૂકવવા મોટા ઉપાડે પરિપત્ર જાહેર કર્યો
નગરપાલિકા કર્મચારી મહામંડળે ચીમકી ઉચ્ચારતા જણાવ્યુ છે કે સરકારે વર્ષ 2022માં રાજ્ય સરકારે તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવા મોટા ઉપાડે પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તો તબીબી ભથ્થાંના વધારાનો લાભ મળી રહ્યો છે. જ્યારે પાલિકાના 17 હજાર કર્મચારીઓને હજુ સુધી આ પરિપત્રનો અમલ કરાયો નથી.
Also read: Gujarat સરકારની મોટી કાર્યવાહી, PMJAY યોજનામાં ગેરરીતિ બદલ વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ…
આગામી 30મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર નિર્ણય નહીં લે તો, રાજ્યમાં 157 નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. હડતાળને કારણે પાલિકા વિસ્તારોમાં વીજળી, પાણી ઉપરાંત સાફસફાઈની કામગીરી ખોરવાઈ જશે. શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. પાલિકાના કર્મચારીઓએ પાલિકાની ચૂંટણી વખતે જ વિરોધનું એલાન કરતાં સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે.