Gujarat ની નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4.78 ટકા મતદાન, જૂનાગઢ મનપામાં 7 ટકા મતદાન…

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં મળતી માહિતી મુજબ સવારે 7 વાગેથી શરૂ થયેલા મતદાનમાં નગરપાલિકાઓમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 4.78 ટકા મતદાન નોંધાયું છે.
Also read : મહાશિવરાત્રિ પર સોમનાથ ખાતે ઉજવાશે સોમનાથ મહોત્સવ; ત્રિ-દિવસીય કળા દ્વારા આરાધના
જુનાગઢ મહાનગરપાલિકામાં નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન
જેમાં વંથલી નગરપાલિકામાં પ્રથમ બે કલાકમાં નવ વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે વિસાવદર નગરપાલિકા 5.40 ટકા મતદાન થયુ છે. આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકામાં પ્રથમ બે કલાક નવ વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે.
Also read : ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે, જુઓ લિસ્ટ…
પારડી, વલસાડ, અને ધરમપુરમાં ધીમી ગતિએ મતદાન
આ દરમિયાન જૂનાગઢની ચોરવાડ નગર પાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્નિ જલ્પાબેન જોડે મતદાન કર્યુ હતું. જ્યારે વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યુ છે. પારડી, વલસાડ, અને ધરમપુરમાં ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યુ છે. વલસાડ નગરપાલિકામાં 37 બેઠક માટે 105 ઉમેદવાર મેદાનમાં છે.