ગુજરાતમાં વરસાદે તોડ્યો ‘દાયકા’નો રેકોર્ડ, જૂનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો…
20 દિવસમાં જ સિઝનનો 30 ટકા વરસાદ, જુલાઈ-ઓગસ્ટમાં વધુ મેઘમહેર થશે

અમદાવાદ: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેરથી રહી છે. 27 જૂનના શુક્રવારે ગુજરાતમાં સરેરાશ ૨૫૭ મીમી વરસાદ સાથે આ ચોમાસાની સીઝનનો ૩૦ ટકા પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (એસઈઓસી)ના આંકડા અનુસાર ૭ જૂને સરેરાશ વરસાદ ૭ મીમી હતો, જે દર્શાવે છે કે ૨૦ દિવસમાં રાજ્યમાં ૨૫૦ મીમી વરસાદ પડ્યો છે, જે સીઝનના કુલ વરસાદના ૨૮ ટકા જેટલો થાય છે.
એસઈઓસી આંકડા મુજબ જૂન મહિનામાં રાજ્યમાં ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ જોરદાર ચોમાસુ હતું. આંકડાનાં પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, છેલ્લા પાંચ વર્ષમાં ૨૭ જૂન સુધી સરેરાશ વરસાદ ૧૦.૬ ટકા હતો – સૌથી વધુ, ૧૪ ટકા , ૨૦૨૦ માં ૧૧૮ મીમી વરસાદ સાથે નોંધાયેલો હતો.
હવામાન વિભાગના શું કહે છે આંકડા
ભારતીય હવામાન વિભાગના આંકડા અનુસાર, આ વર્ષે ૨૭ જૂન સુધી રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ ૧૩૫ ટકા અથવા બમણાથી વધુ હતો. રાજ્યભરમાં, સુરત, જામનગર અને ભાવનગર જેવા અનેક જિલ્લાઓમાં છેલ્લા ૧૦ દિવસમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, પરંતુ એસઈઓસીના આંકડા દર્શાવે છે કે ૩૪માંથી ૨૨ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં મોસમી વરસાદના ૨૫ ટકાથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં વરસાદે કેમ તોડ્યો રેકોર્ડ
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું કે ભારત માટે હવામાન વિભાગની લાંબા અંતરની આગાહી (એલઆરએફ) ભારતમાં સામાન્યથી સામાન્યથી વધુ વરસાદનો સંકેત આપે છે, જે ગુજરાત માટે પણ સાચું હતું. આ વર્ષે, આપણે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી સારી ચોમાસાની પટ્ટી જોઈ છે.
જુલાઈ-ઓગસ્ટમાં વધારે વરસાદ
રાજસ્થાન અને ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણથી પણ રાજ્યને ફાયદો થયો છે. આમ, આ વર્ષે વરસાદ સામાન્ય કરતા પ્રમાણમાં વધારે છે, તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વધુ વરસાદ અને ચોમાસાની ગતિવિધિઓ હોય છે. આગામી થોડા દિવસો સુધી, રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની અપેક્ષા છે.આ વર્ષે, ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં એક સાથે થયું હતું. ચોમાસાએ રાજ્યના મોટા ભાગના ભાગોને બે દિવસમાં આવરી લીધા છે, જે રાજ્ય માટે સૌથી મોટો વિક્રમ ગણી શકાય.