આપણું ગુજરાત

Weather: ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું યલો એલર્ટ, આ જિલ્લામાં બોલાવશે ધબધબાટી…

Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજા જાણે કે વિદાય લેવાના મૂડમાં ન હોય તેમ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફરી મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નવરાત્રીના છેલ્લા બે-ત્રણ દિવસ ખેલૈયાઓને વરસાદનું વિધ્ન નડ્યું હતું. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે પણ રાજ્યમાં 24 કલાકમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગે સોશિયલ મીડિયા એક્સ પર કરેલી પોસ્ટ મુજબ, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના આગાહીના કારણે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હાલ ભુજના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની વધી ચિંતા

હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ કપાસ, મગફળી, તલ સહિતના પાક તૈયાર થવા આવ્યા છે ત્યારે વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના મુજબ અરબ સાગરમાં 14 અને 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદ વરસી શકે છે.. 16 થી 17 ઓક્ટોબરે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. લો પ્રેશરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના અમુક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે તેવી સંભાવના છે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબ સાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button