આપણું ગુજરાત

મોડું મોડું ચોમાસુ આવ્યું ખરુંઃ ગુજરાતના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગરઃ ખૂબ જ ગરમીથી તપતા ગુજરાત રાજ્યમાં અપેક્ષા કરતા થોડું મોડું ચોમાસું બેઠું છે, પરંતુ હવે ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. શરૂઆતમાં માત્ર દક્ષિણ ગુજરાત પર જ મેઘો મહેરબાન હતો, પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૌરષ્ટ્ર સહિત ચોમેર વરસાદની પધરામણી થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા.૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે ૬.૮ ઇંચ, ઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચ, કામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨, સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Arunachal Pradesh માં ભારે વરસાદથી તબાહી , 34 ગામ એલર્ટ

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચ, કપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં ૧૦૯ મિ.મી એટલે કે ૪.૩૬ ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૧૦૬ મિ.મી એટલે કે ૪.૨૪ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૧૦૬ મિમી એટલે કે ૪.૨૪ ઇંચ, વિસાવદર તાલુકામાં ૧૦૩ મિમી એટલે કે ૪.૧૨ ઇંચ વરસાદ નોધાયો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર, અને વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો છે. અમદાવાદમાં ઝરઝર વરસાદ છે.

આ ઉપરાંત ગુજરાતના ૪૮ તાલુકાઓમાં અંદાજિત ૧ ઇંચ થી વધારે જયારે અન્ય ૩૯ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ