અમદાવાદઆપણું ગુજરાત

Gujarat માં ફરી વરસાદનું જોર વધશે, એક સાથે બે સિસ્ટમ સક્રિય…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આગામી પાંચ દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે સાઇક્લોનિક સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 55થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ કરતાં બે ટકા વધુ વરસાદ થયો છે.

શુક્રવારે દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

શનિવારે ઓરેન્જ એલર્ટ જાહેર

જ્યારે શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સુરેન્દ્રનગર, રાજકોટ,અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
તેમજ રવિવારે પંચમહાલ અને છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે સોમવારે જન્માષ્ટમીના રોજ ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. જેના કારણે ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button