સુરેન્દ્રનગરમાં રીઢા ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાનો હુમલો, 3 પોલીસ કર્મીઓ ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના જીંજુવાડા ગામમાં ગઈ કાલે શુક્રવારે બપોરે પોલીસ ટીમ કુખ્યાત ગુનેગારની ધપકડ કરવા ગઈ, ત્યારે તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી સજ્જ ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાના હુમલામાં ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, ટોળું આરોપીને છોડવી ગયું હતું, જોકે બાદમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે એક સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ જ્યારે કથિત જલસિંહ ઝાલા બુટલેગરની ધરપકડ કરી ખાનગી કારમાં જિંજુવાડા પોલીસ સ્ટેશન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બુટલેગર થોડો સમય ફરાર રહ્યા બાદ ઝડપાઈ ગયો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે ટોળાના હુમલામાં સબ-ઇન્સ્પેક્ટરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બે કોન્સ્ટેબલને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. હુમલા સમયે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. હુમલો કરનાર ટોળામાં સામેલ લોકોને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે.
જીંઝુવાડાનો રહેવાસી જલસિંહ ઝાલા રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ લૂંટ અને મારપીટ જેવા ગુનાઓમાં પકડાયો હતો. તે પાટણ જિલ્લામાં નોંધાયેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરીના કેસમાં વોન્ટેડ હતો. પાટણ પોલીસ તેને પકડી શકી ન હતી, તેથી સુરેન્દ્રનગર પોલીસની મદદ માંગી હતી.