Gujarat ના 180 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3009 કરોડ, 55 ટકા ધારાસભ્યો અંડર-ગ્રેજ્યુએટ…

અમદાવાદઃ ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચ (એનઈડબલ્યુ) એ રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું કે, આ વિશ્લેષણમાં ગુજરાતના(Gujarat)ધારાસભ્યો અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતના વર્તમાન 180 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3009 કરોડ રૂપિયા છે.
રાજ્યમાં સૌથી વધુ 661 કરોડની સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતી પટેલ પાસે છે. જ્યારે રાજ્યમાં 21 ટકા એટલે કે 37 ધારાસભ્ય સામે ગુના દાખલ થયેલા છે. ગુજરાતના 26 ધારાસભ્ય સામે મહિલાવિરોધી ગુના, હત્યા, હત્યાની કોશિશ, અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો : Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…
ગુજરાત વિધાનસભામાં માત્ર 14 મહિલા જ ધારાસભ્ય
દેશમાં સૌથી ઓછું ભણતર ધરાવતા ધારાસભ્યો ગુજરાતના છે. એડીઆર રિપોર્ટ મુજબ ગુજરાતના 55 ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ થયેલા નથી. ગુજરાતના 98 ધારાસભ્યો ધો.5થી ઓછું અથવા ધો.5થી 12 અથવા ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં માત્ર 14 મહિલા જ ધારાસભ્ય છે.
સ્વ-સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડેટા ધારાસભ્યો દ્વારા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે. ધારાસભ્યોના સ્વ-સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે દેશના 1861 ધારાસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે.