Mehsana Firing between Neighbours

Mehsana માં ફટાડકા ફોડવા બાબતે ફાયરિંગ, વૃદ્ધાનું મોત

મહેસાણા : મહેસાણા(Mehsana) જિલ્લામાં દિવાળીના તહેવારોમાં જ પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં વૃદ્ધાનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે. જેમાં મળતી માહિતી મુજબ પાડોશીઓ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બંને તરફથી ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ
ધરી હતી.

ફટાકડા ફોડવાની બાબતે વિવાદ

આ ઘટનાની વિગત મુજબ મહેસાણામાં વાઈડ એંગલ નજીક અભિનવ બંગ્લોઝમાં સામસામે રહેતા પાડોશીઓ
વચ્ચે ફટાકડા ફોડવાને લઈ પહેલા ઝઘડો થયો હતો જે ઉગ્ર બનતા ફાયરિંગ થયું હતુ. આ ફાયરિંગમાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો….Winter 2024: ગુજરાતમાં આજથી ગુલાબી ઠંડી શરૂ, તાપમાનમાં થશે ઘટાડો

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

આ બબાલ થઈ તેમાં એક વૃદ્ધા વચ્ચે પડયા હતા અને તેઓ ઝઘડાને શાંત કરી રહ્યા હતા. માથાકૂટ દરમિયાન થયેલી ઝપાઝપી અને મારામારી દરમિયાન વૃદ્ધાને ધક્કો વાગ્યો હતો અને તેઓ નીચે પડી જતા સુધાબેન રાણા (ઉ.વ.66)નું મોત થયું છે. બીજી તરફ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. આ ઘટનાના પગલે પરિવારમાં અને સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈને સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો

Back to top button