આપણું ગુજરાત

ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણયઃ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા બે ડૉક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદઃ ગત વર્ષે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં (khyati hospital) બે દર્દીઓના ખોટા ઓપરેશન બાદ થયેલા મૃત્યુ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે (gujarat medical council) મોટી કાર્યવાહી કરી હતી. ખ્યાતિ હૉસ્પિટના ડાયરેકટર ડૉ. સંજય પટોલિયાનું એમબીબીએસ અને સર્જન તરીકેનું લાયસન્સ તથા પીએમજેએવાયના (PMJAY) અધિકારી ડૉ. શૈલેષ આનંદનું એમબીબીએસ અને ડીસીએમનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ મૂળ પ્રમાણપત્રો ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સોંપવા જણાવાયું હતું. આ અગાઉ ડૉ. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ થયું હતું. ઉલ્લેખનીય છે કે 3 વર્ષમાં ખ્યાતિકાંડમાં 112 દર્દીઓનાં મોત થયા હતા.

ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હૉસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Also read: Gujarat માં પાટણની ઘટના બાદ નેશનલ મેડીકલ કાઉન્સિલ એક્શનમાં, મેડીકલ કોલેજોને આપી આ ચેતવણી

ડૉ. સંજય પટોલિયા હવે 3 વર્ષ સુધી કોઈપણ પ્રકારની તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં. જો કૉક્ટર પ્રેક્ટિસ કરતાં હોવાની જાણ થશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડૉ. શૈલેષ આનંદ સામે સરકાર દ્વારા ટર્મિનેશન સુધી પગલાં ભરવામાં આવશે.

શું છે મામલો

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button