ગુજરાત સરકારનો મહિલા કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયઃ મેટરનિટી લીવનો નિયમ બદલાયો…

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે. સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને 180 દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે. આ ઠરાવ 22 સપ્ટેમ્બર 2022થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
ઘણા કેસોમાં મહિલા કર્મચારીઓ નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો શું કરવું તે અંગે કોઈ ઉલ્લેખ ન હતો. આથી નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો બાળકના જન્મની તારીખમાંથી 180 દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણાશે.
મેટરનિટી લીવ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 મુજબ, સગર્ભા સ્ત્રીઓ 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા માટે પાત્ર છે. આ રજાઓ મહિલાની ડિલિવરીનાં આઠ અઠવાડિયાં પહેલાં શરૂ થઈ શકે છે. જોકે તેની સાથે કેટલાક નિયમો પણ છે. જેમ કે મહિલાઓ આ રજા ફક્ત પ્રથમ બે ગર્ભાવસ્થા માટે જ લઈ શકે છે. જો ત્રીજા બાળકનો જન્મ થવાનો હોય તો આ રજાનો સમયગાળો માત્ર 12 અઠવાડિયા જ હોય છે.
આપણ વાંચો : વર્કિંગ વુમન એન્ડ ઓવરઓલ…



