ગાંધીનગર અને ગિફ્ટ સિટી વચ્ચે ગુજરાત મેરિટાઈમ યૂનિવર્સિટી પામશે આકાર

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી માટે કાયમી કેમ્પસ સ્થાપવા માટે ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં યોગ્ય જમીન માટે સક્રિયપણે શોધ શ કરી છે હાલમાં, જીએમયુ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કામચલાઉ કેમ્પસમાંથી કાર્ય કરે છે.નવા કેમ્પસ માટે ઓછામાં ઓછા 20 એકર જમીનની જરિયાત છે અંદાજે 50 કરોડના રોકાણ સાથે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે.
2019 માં જીએમયુની સ્થાપના કરી હતી અને અન્ય અભ્યાસક્રમો સિવાય મેરીટાઇમ લો, ઇન્ટરનેશનલ ટ્રેડ લો, અને એમબીએના વિવિધ અભ્યાસક્રમો પણ ઓફર કરી રહ્યા છીએ. અગાઉ, અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિટ) સિટીમાં કેમ્પસ સ્થાપવાની યોજના બનાવી હતી, પરંતુ ત્યાં જોઈએ તેટલી જમીન મેળવવી શકય નથી તેથી, અમે ગિફ્ટ સિટી અને ગાંધીનગર નજીક ઓછામાં ઓછી 20એકરની યોગ્ય જમીનની શોધ કરવામા આવી રહી છે.
ગુજરાતમાં મેરી ટાઈમ યુનિવર્સિટી સ્થાપવા પાછળનો હેતુ અને પ્રશિક્ષિત વ્યાવસાયિક તૈયાર કરવાનો છે. તેમજ રોજગારીની નવી તકો પૂરી પાડશે. જેમા આંતરરાષ્ટ્ર્રીય સ્તર ના શિક્ષણ આપવાનો ઉદ્દેશો રાખવામા આવયા છે. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી મહિના ના અંત સુધીમાં મેરી ટાઈમ યુનિવર્સિટી માટે જમીનની શોધખોળ પૂર્ણ થઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે, અને નિકાસમાં વધારો થઈ રહયો છે જેના કારણે મેરીટાઇમ સેકટરમાં પ્રોફેશનલ્સની માંગમાં વધારો થશે.