આપણું ગુજરાત

મહીસાગરના બાલાસિનોરમાંથી રૂપિયા 2.37 કરોડનો 473 કિલો ગાંજો ઝડપાયો, એક વ્યકિતની ધરપકડ…

બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.

ગાંજાની બજાર કિંમત આશરે રૂપિયા 2.37 કરોડ

બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button