અમદાવાદઆપણું ગુજરાત

આ તારીખથી ગુજરાત મહારાષ્ટ્રમાં પડશે ઠંડી! હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદ: હાલ ધીમે ધીમે શિયાળાની અસર દેખાઈ રહી છે પણ હજુ પણ તેની સ્પષ્ટ અસરો દર્શાવે તેવી ઠંડી પડી રહી નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને આગામી 2 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાતનાં આ પ્રાચીન શહેરને આધુનિકતાનો ઓપ; સ્માર્ટ સિટી મિશન હેઠળ કાયાપલટ

રવિ પાકનું વાવેતર અટક્યું

હવામાન વિભાગે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી 4-5 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. અહીંના ખેડૂતો રવિ પાક માટે ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં સામાન્ય તાપમાન રવિ પાક પ્રમાણે નથી જેના કારણે ખેડૂતોએ વાવણીનું કામ હાલ પૂરતી રોક લગાવી દીધી છે. જો કે, હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે થોડા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેનાથી પાકને ફાયદો થઈ શકે છે.

5 દિવસમાં ઘટશે તાપમાન

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવા કોઇ સંકેતો દેખાય રહ્યા નથી, જો કે ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ.

આ પણ વાંચો : Gujarat માં ગુલાબી ઠંડીની શરૂઆત, લધુત્તમ તાપમાનમાં ઘટાડો

4-5 દિવસ બાદ ટાઢનો થશે અહેસાસ

આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદના 2 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button