
અમદાવાદ : ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકામાં આવેલા હડપ્પન સંસ્કૃતિની મહત્ત્વની હેરિટેજ સાઈટ લોથલમાં(Lothal)ઉત્ખનન દરમ્યાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતરેલા 2 મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયા હતા. આ બે ભૂસ્તરશાસ્ત્રીમાંથી એકનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક ભૂસ્તરશાસ્ત્રીની હાલત હજુ પણ ગંભીર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં POCSO ના ગુનામાં ઝીરો ટોલરન્સની નીતિ, ત્રણ વર્ષમાં 609 આરોપીઓને સજા…
અચાનક ભેખડ પડતા બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયા
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી હતી. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં આ બે મહિલા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક ભેખડ પડતા બંને મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયા હતા. આ અધિકારીઓને બહાર કાઢવા પોલીસ અને ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. ગાંધીનગરથી દિલ્હીના ચારથી વધુ અધિકારીઓ લોથલ પહોંચ્યા હતા.
12 ફૂટ ઊંડો ખાડો કરી સેમ્પલ ક્લેક્ટ કરી રહ્યા હતા
જિયોલોજિકલ સેમ્પલ લેતા સમયે આ ઘટના બની હતી. દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થીની સેમ્પલ માટે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. આજે સવારે લોથલ વિસ્તારમાંથી જિયોલોજીકલ સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે બંને 12 ફૂટ ઊંડો ખાડો કરી સેમ્પલ ક્લેક્ટ કરી રહ્યા હતા.
તેમજ માટી ભીની હોવાથી અચાનક ભેખડ નીચે ધસી પડી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિદ્યાર્થીની ખાડામાંથી સેમ્પલ લઈ રહ્યા હતા. જેમાં પીએચડીની વિદ્યાર્થીની સુરભી વર્માનું મોત નિપજ્યું. છે. સુરભી વર્મા દિલ્હી આઈઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરતી હતી. તો પ્રોફેસર યામા દીક્ષિતને સામાન્ય ઈજા પહોંચી.
આ પણ વાંચો : Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…
આ દરમ્યાન ગુજરાત સરકારે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ અધિકારીને સંપૂર્ણ તબીબી સારવારની ખાતરી આપી છે. ઐતિહાસિક સ્થળ પર ભવિષ્યની આવી ઘટનાઓને રોકવા માટે સલામતી માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા અને વધારવા સૂચના પણ આપી છે. આ અંગે બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.