ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટશે, મહારાષ્ટ્ર બનશે સૌથી મોટું ઉત્પાદક…
![maharashtra overtakes gujarat in cotton production](/wp-content/uploads/2025/02/cotton-production.webp)
નવી દિલ્હીઃ ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે છે. રાજ્યમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરતાં ખેડૂતો કપાસને પ્રાથમિકતા આપે છે. કપાસ ઉદ્યોગ માટે આ સીઝન પડકારજનક સાબિત થઈ રહી છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (CAI) એ ચાલુ સીઝન (ઓક્ટોબર 2024 થી સપ્ટેમ્બર 2025) માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 301.75 લાખ ગાંસડી (170 કિલો પ્રતિ ગાંસડી) કર્યો છે. અગાઉ એસોસિએશને 304.25 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. સીએઆઈએ 11 રાજ્યોના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ અંદાજિત ઉત્પાદનમાં સુધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા રચાયેલી કપાસ ઉત્પાદન અને વપરાશ સમિતિએ કપાસનું ઉત્પાદન 299 લાખ ગાંસડી હોવાનો અંદાજ મૂક્યો છે.
Also read : પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર; બીજા ફેઝમાં થશે 14283 જગ્યાઓ પર ભરતી
![](/wp-content/uploads/2025/02/cotton-guj-vs-mh.jpeg)
ગુજરાતમાં 5 લાખ ગાંસડી ઉત્પાદન ઘટશે
સીએઆઈના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન માટે ઉત્પાદન 2.5 લાખ ગાંસડી ઘટીને 28 લાખ ગાંસડી થઈ શકે છે. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન પણ 5 લાખ ગાંસડી ઘટીને 75 લાખ ગાંસડી થઈ શખે છે. તેલંગાણામાં ઉત્પાદનનો અંદાજ 5 લાખ ગાંસડી વધારીને 47 લાખ ગાંસડી કરવામાં આવ્યો છે. આ અંદાજ મુજબ, મહારાષ્ટ્ર 90 લાખ ગાંસડીઓના ઉત્પાદન સાથે દેશનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય બની રહેશે.
ગુજરાતમાં કેટલા ઉત્પાદનનો છે અંદાજ
થોડા વર્ષો પહેલા ગુજરાત કપાસની 100 લાખ ગાંસડીઓનું ઉત્પાદન કરતું હતું હવે ઉત્પાદનનો આંકડો 75 લાખ ગાંસડી સુધી રહી શકે છે. કપાસની હાલની સ્થિતિ સી. એ. આઈ. ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં મિલોમાં કપાસની 188 લાખ ગાંસડીનો સ્ટોક છે. ઓક્ટોબર 2024 થી જાન્યુઆરી 2025 સુધી કપાસની સરેરાશ દૈનિક આવક 1.56 લાખ ગાંસડી હતી. જાન્યુઆરીમાં કપાસની 54.22 લાખ ગાંસડી વેચાઈ હતી. વેપારીઓ, મિલો અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) પાસે કપાસનો કુલ સ્ટોક 85.26 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. દેશભરની મિલો પાસે કપાસની લગભગ 10 લાખ ગાંસડીનો ચાલુ સ્ટોક છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોને ધ્યાનમાં રાખીને, CCI આ સિઝનમાં 95-100 લાખ ગાંસડી કપાસની ખરીદી કરે તેવી શક્યતા છે. સીએઆઈની બેલેન્સ શીટ અનુસાર, મુખ્યત્વે મોટા ઔદ્યોગિક એકમોની માંગને કારણે આ સિઝનમાં કપાસના વપરાશમાં 2 લાખ ગાંસડીનો વધારો થવાની સંભાવના છે. જોકે, નાના ઉત્પાદકો અને બિન-કાપડ ઉદ્યોગોની માંગ સ્થિર રહેવાની શક્યતા છે. જાન્યુઆરીમાં, સ્પિનિંગ મિલો દ્વારા કપાસની 30 લાખ ગાંસડીનો વપરાશ કરવામાં આવ્યો હતો. હાલમાં મિલોમાં કપાસની 27 લાખ ગાંસડીનો સ્ટોક છે.
Also read : 178 કરોડના કરવેરા બાકીઃ પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ડર્સ સામે પાલિકાની કાર્યવાહી શરૂ
આયાત વધી, નિકાસ ઘટી
સીએઆઈએ આ વર્ષે કપાસની નિકાસનો અંદાજ ઘટાડીને 17 લાખ ગાંસડી કરી દીધો છે, જે ગયા વર્ષે 28.36 લાખ ગાંસડી હતો. 31 જાન્યુઆરી સુધીમાં 8 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. કપાસની આયાતમાં ભારે વધારો થવાની સંભાવના છે. આ સિઝનમાં કપાસની આશરે 26 લાખ ગાંસડીઓની આયાત થવાની ધારણા છે, જે ગયા વર્ષે 15.2 લાખ ગાંસડી હતી. સિઝનના પહેલા ચાર મહિનામાં જ કપાસની 16 લાખ ગાંસડીઓની આયાત કરવામાં આવી છે. જ્યારે ઉત્પાદનમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને કપાસના અંતિમ સ્ટોક અથવા કેરીઓવર સ્ટોકમાં 25.94 લાખ ગાંસડીનો ઘટાડો થવાની સંભાવના છે.