Gujarat માં રાજકોટથી પરસોત્તમ રૂપાલાની જીત, મહેસાણાથી હરિભાઇ પટેલ અને વલસાડથી ધવલ પટેલ પણ વિજયી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) લોકસભા ચૂંટણીના પરિણામો(Loksabha Election Result) આવવાના શરૂ થયા છે. જેમાં રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત સાથે ભાજપના અનેક નેતાઓ પણ જીત મેળવી છે. જેમાં સૌ પ્રથમ રાજકોટના ભાજપના(BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની (Parasottam Rupala) જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ હાર સ્વીકારીને શુભેચ્છા પાઠવી હતી. મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ વિજેતા બન્યા છે. વલસાડ બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધવલભાઇ પટેલની પણ જીત થઇ છે.
બે બેઠકો પર ભારે રસાકસી
આ ઉપરાંત હાલ માત્ર બે બેઠકો પર ભારે રસાકસી જોવા મળી રહી છે. જેમાં પાટણ અને બનાસકાંઠા બેઠક પર ભાજપ – કોંગ્રેસના ઉમેદવારોની લીડમાં વઘ ઘટ જોવા મળી રહી છે. જ્યારે બાકીની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેમાં જામનગર બેઠક ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેમાં પૂનમબેન માડમ પોણા બે લાખથી વધુની લીડથી આગળ છે.
દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત
જ્યારે એક મેજર અપસેટમાં દિવ-દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે. આ ઉપરાંત
પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાની જીત થઈ છે. તેમને
1.17 થી વધુ મત મેળવી જીત હાસિલ કરી છે.
Also Read –