આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Gujarat Loksabha Election: આટલા કરોડ મતદારોના હાથમાં ગુજરાતના 266 ઉમેદવારનુ ભવિષ્ય

ગાંધીનગર: 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચારનો અંતિમ દોર ચાલી રહ્યો છે, આજે સાંજ સુધીમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આગામી 7મીએ લોકસભાની ચૂંટણી માટેનું ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર મતદાન થવાનું છે. અહિયાં જાણીશું ગુજરાતની 25 બેઠકોની ફેક્ટશીટ.

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 247 પુરુષ ઉમેદવાર અને 19 મહિલા ઉમેદવાર મળીને કુલ 266 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 20 જનરલ ઉમેદવાર છે, 2 એસટી ઉમેદવાર છે અને ૪ એસટી ઉમેદવારો છે. તો આ ચૂંટણીમાં 4,97,68,677 મતદારને મતાધિકાર પ્રાપ્ત થયો છે, જેમાં કુલ મતદારમાંથી 2,56,16,540 પુરુષ મતદાર છે તો 2,41,50,603 મહિલા મતદાર છે, જ્યારે 1534 તૃતીય જાતિના મતદારો છે.

સૌથી વધુ 18 ઉમેદવારો સાથે અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવારીની દૃષ્ટિએ પ્રથમ સ્થાને છે, જ્યારે સુરત બેઠક પર એકમાત્ર ઉમેદવાર સાથે આ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો 107 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતી અમદાવાદ પશ્ચિમએ સૌથી નાની લોકાસભાની બેઠક છે, જ્યારે 21,354 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતી કચ્છ લોકસભા બેઠક સૌથી મોટી લોકસભા બેઠક છે.

મતદારોની સંખ્યાના આધારે જોવામાં આવે તો સૌથી વધુ મતદારો નવસારી લોકસભા બેઠક છે, જ્યાં 22,23,550 ઉમેદવારો નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા મતદારો ભરૂચ લોકસભા બેઠક પર 17,23,353 મતદારો સાથે સૌથી ઓછા મતદારો છે. ગુજરાતની આઠ લોકસભા બેઠક પર 17થી 18 લાખ મતદારો છે, જેમાં ભરૂચ, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, પોરબંદર, મહેસાણા, આણંદ, જુનાગઢ અને સુરત બેઠકનો સમાવેશ થાય છે.

આગામી 7મી મેનાં રોજ 50,788 મતદાન મથક પર મતદાન થવાનું છે, જેમાં 33,513 ગ્રામ્ય અને 17,275 શહેરી મતદાન મથકો છે. જેમાંથી 1225 મતદાન મથકો મહિલાઓ દ્વારા સંચાલિત થવાના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button