આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયાઃ ગરબડ થયાનો આક્ષેપ…

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે ત્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયા છે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયા હતા. તેમાં મોકપોલ દરમિયાન બે ઈવીએમ ખોટકાયા હતા. બંન્ને ઈવીએમને બદલીને મતદાન શરૂ કરાયું હતું.

Also read : Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું

જેતપુર નગરપાલિકામાં ઈવીએમ ખોટકાયું

રાજકોટની જેતપુર નગરપાલિકામાં ઈવીએમ ખોટકાયું હતું. ચભાડીયા સ્કૂલમાં 5 નંબરનું મશીન બંધ હોવાની ફરિયાદ સામે આવી છે. ભાજપ ઉમેદવારે ઝોનલ ઓફિસરને ઈવીએમ અંગે રજૂઆત કરી હતી. તેમાં સત્યમ ગોસાઈએ મતદાન ન થાય તેવા પ્રયાસ થયાનો આરોપ લગાવ્યો હતો તેથી અધિકારીએ ઈવીએમ મશીન શરૂ હોવાની માહિતી આપી હતી.

રાધનપુર નગરપાલિકામાં ઈવીએમ ખોટવાયું

પાટણની રાધનપુર નગરપાલિકામાં ફરી ઈવીએમ ખોટવાયું હતું. ઈવીએમમાં ક્ષતિ સર્જાતા મતદારોમાં નારાજગી જોવા મળી હતી.. વોર્ડ નંબર 7માં વિનય વિદ્યાલયમાં ઈવીએમ મશીન ખોટવાયું હતું. વલસાડની ધરમપુર નપામાં મતદાનમાં વિલંબ થયો હતો. કારણ કે વોર્ડ નં-1અને વોર્ડ નં-4માં ઈવીએમ ખોટકાયું હતું. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે મતદાન અટક્યું હોવાની માહિતી સામે આવી રહી છે. અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા, અને ખામી દૂર કરી હતી. વોર્ડ નં-4ના ઈવીએમમાં 4 નંબરનું બટન કામ નહોતું કરતું તેમજ ખેડાના ચકલાસીમાં ઈવીએમને લઇ વિવાદ થયો હતો.

અપક્ષોના બટનમાં ખામી સર્જાતા વિવાદ

રઘુપુરા વોર્ડ નંબર-7માં અપક્ષોના બટનમાં ખામી સર્જાતા વિવાદ થયો હતો. જેમાં અપક્ષ ઉમેદવારે સમગ્ર મામલે અધિકારીને રજૂઆત કરી છે. અધિકારીઓ ચકાસણી કરતા કોઇ જ ખામી બહાર ન આવી તથા અપક્ષ ઉમેદવારોનો બટન દબાવવામાં વાર લાગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. દ્વારકાના સલાયામાં જિનવિતારમાં ઈવીએમ ખોટકાયું હતું. સલાયાના બૂથ નંબર-2માં ઈવીએમ ખોટકાતા એક કલાક સુધી ઈવીએમ બંધ રહેતા મતદારો અટવાયા હતા.

Also read : Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમિયાન તાપી અને રાજકોટમાં ઇવીએમ ખોટવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button