આપણું ગુજરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિલંબના સંકેત: ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી 2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમમાં વિલંબ થવાના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં નવી મતદાર યાદી, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ અનામતનું વિતરણ તથા 2025-26ના બજેટ સત્રના સમયગાળા જેવી પ્રાથમિક પ્રક્રિયાઓને કારણે હવે ચૂંટણી એપ્રિલ અથવા મેમાં યોજાવાની સંભાવના છે.

આ ચૂંટણીમાં કુલ 4765 ગ્રામ પંચાયતો, 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે 27 ટકા ઓબીસી, 14 ટકા એસટી અને 7 ટકા એસસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે. શહેરી વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા વોર્ડ રચના અને રોટેશનની કામગીરી ચાલુ છે, જે નક્કી કરેલા નિયમો મુજબ જૂન સુધી પૂર્ણ થવાની આશા છે. નવેસરથી તૈયાર થતી મતદાર યાદી 15 જાન્યુઆરી-2025 બાદ જાહેર થશે. 8મી જાન્યુઆરી સુધી દાવા-આરજીઓ લેવામાં આવશે અને 15મી જાન્યુઆરી સુધી સમાપ્ત થશે. જ્યારે અનામત સૂચનાઓ પર આધારિત પ્રક્રિયા પણ પૂર્ણ થઈ શકશે.

Also read: અમદાવાદ: દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં MBBS

વળી, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 17મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 2025-26નું બજેટ 18મી ફેબ્રુઆરીએ રજૂ થશે. આ સત્ર માર્ચના અંત સુધી ચાલે તેવી શક્યતા છે, જેના કારણે ચૂંટણીના આયોજન માટે પૂરતો સમય એપ્રિલ અથવા મે સુધી મળશે. ચૂંટણી માટેની પ્રક્રિયાઓમાં ઝવેર કમિશનનું નવું અનામત માળખું મહત્વનું બની શકે છે. આ બાબત પણ ચૂંટણી કાર્યક્રમ ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે. આ બધા કારણોને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણીની સત્તાવાર જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અને મતદાન એપ્રિલના અંત અથવા મેના પ્રથમ અઠવાડિયામાં યોજાય તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button