Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ, 5084 ઉમેદવારો મેદાનમાં…

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.
Also read : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે કચ્છના મહેમાનઃ જાણીતા સ્થળોની લેશે મુલાકાત
5084 ઉમેદવારો મેદાનમાં
આ ચૂંટણીઓ સંદર્ભે 27 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતાં. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતાં. જ્યારે 213 બેઠકો બિનહરીફ થઈ હતી. તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
જૂનાગઢ મનપાની 8 બેઠકો બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14ની 8 બેઠકો પૂર્ણ બિનહરીફ થઈ હતી. બાકીના વોર્ડોની બાવન પર ચૂંટણી યોજાશે. આ માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7, ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.3 તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠક
Also read : વડનગરમાં 22 કરોડના ખર્ચે સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
કુલ 4,033 મતદાન મથકો ઉપર મતદાન શરૂ
ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી આજે કુલ 4,033 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે. જેમાં 836 મથકો સંવેદનશીલ અને 53 મથકો સંવેદનશિલ છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના પોલીસ ફોર્સ સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 10,439 પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. તમામ મતદાન મથકો પર સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.