આપણું ગુજરાત

ગુજરાતમાં નગરપાલિકામાં બપોરે 3 કલાક સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું?

અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (gujarat local body election voting) મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. બપોરને સમય હોવા છતાં ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોની લાઇન હતી.

આ પણ વાંચો: Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું

નગરપાલિકામાં બપોરના 3 કલાક સુધી મતદાનના આંકડા

ગાંધીનગર 53 %
બોટાદ 20.63 %
ગઢડા 47.97 %
ચાણસ્મા 56.40 %
રાધનપુર 45.77 %
હારીજ 59.45 %
હળવદ 48 %
આંકલાવ 60.23 %
બોરીયાવી 63.01 %
ઓડ 54.87 %
ધોરાજી 37.98 %
ઉપલેટા 39.55 %
ભાયાવદર 49 %
લાઠી 47.26 %
છોટાઉદેપુર 52.53 %
થાનગઢ 44.20 %
સલાયા 40.30 %
માણસા 53.43 %
જંબુસર 34.80 %
બાવળા 49 %

ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button