પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો શું કહ્યું

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજ્યની 66 નગરપાલિકામાંથી 62માં કમળ ખીલ્યું હતું, કૉંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં આ છેલ્લી ચૂંટણી હતી. જેમાં પણ ભાજપે એકતરફી વિજયનો વાવટો ફરકાવ્યો હતો. ભાજપની જીતને વધાવવા કમલમ્ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ કમલમમાં સી આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને વધાવ્યાં
આ ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈઃ પાટીલ
સી આર પાટીલે જણાવ્યું, આજનો ભવ્ય વિજય આપવા બદલ અભિનંદન. વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા દેશ અને ગુજરાતમાં અકબંધ છે. જન સમર્થનમાં અતૂટ મળી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા અને અમિત શાહના માર્ગદર્શનનું પરિણામ છે. પાયાના કાર્યકરોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં થોડી કચાસ રહી ગઈ હતી. ગઈ વખત 51 સીટો જીત્યા હતા આ વર્ષે 14 સીટો વધુ જીત્યા છીએ. 7 નગરપાલિકામાં કૉંગ્રેસ ખાતું નથી ખોલ્યું, અમુકમાં 1-2 સીટો મળી છે. લોકોનો વિશ્વાસ બીજેપીમાં વધ્યો છે. આંકલાવમાં પણ ભાજપને સેવા કરવાની તક મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામઃ વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ…
એક પદ એક હોદ્દો હોવો જોઈએઃ પાટીલ
આ ઉપરાંત તેમણે કહ્યું, 96% સમર્થન મળ્યું છે જે રેકૉર્ડ છે. 10 મહિના બાદ મહાનગરની ચૂંટણી છે એમાં પણ સારું પ્રદર્શન કરીશું. લોકોનો વિશ્વાસ મજબૂત કરવા સરકાર અને સંગઠન સાથે મળીને કરીશું. ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાશે, જે મીડિયાના માધ્યમથી ખબર પડશે. એક પદ એક હોદ્દો હોવો જોઈએ અને બદલાવ થવો જોઈએ.
હું અને મારી ટીમ નિષ્ઠા સાથે કામ કરીશુંઃ ભૂપેન્દ્ર પટેલ
નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આજે કોઈ પ્રશ્ન રહ્યા નથી. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાર્થક થયું છે. આજે વડા પ્રધાનના નેતૃત્વમાં મંત્ર સૌનો સાથે સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ થઈ વિજય મેળવ્યો છે. ગુજરાત સરકાર હું અને મારી ટીમ નિષ્ઠા સાથે કામ કરીશું.