બહારથી આવતા પ્રવાસીઓ ને ગુજરાતમાં દારૂ ખરીદવો મુશ્કેલ બન્યો, જાણો શું છે નવો નિયમ…

અમદાવાદ: નવું વર્ષ શરુ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, નવું વર્ષ શરુ થવા પહેલા ડિસેમ્બર મહિનામાં દારૂનું વેચાણ વધી જતું હોય છે. આ ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં પરમીટ વાળા દારૂનું વેચાણ ગયા વર્ષના ડિસેમ્બર સરખામણીએ 15%થી વધુ વધ્યું છે. તેમ છતાં, શહેરની હોટલોમાં ઘણા દારૂ વિક્રેતાઓ ખુશ નથી.
આ પણ વાંચો : પીએમ મોદીને સાંભર્યું કચ્છ, રણોત્સવનો વીડિયો શેર કરીને કહી આ વાત
નવા નિયમ મુજબ આ ડોક્યુમેન્ટ જરૂરી:
પ્રવાસી ગ્રાહકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ રજુ કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ ઘણા પ્રવાસીઓ પાસે આમાંથી માત્ર એક જ હોય છે.
લિકર શોપ માલિકોના જણાવ્યા મુજબ કે રાજ્યની બહારથી આવતા મુલાકાતી ગ્રાહકો માટે ઓળખના બે દસ્તાવેજો રજુ કરવાનું જરૂરિયાત બનાવવામાં આવ્યું છે, જેને કારણે ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. ગુજરાત બહારથી આવતા લગભગ 50% મુલાકાતીઓ પાસે જરૂરી ઓળખના પુરાવા હોય છે, પરંતુ ચારમાંથી બે જરૂરી દસ્તાવેજો નથી હોતા.
આધાર કાર્ડ પુરતું નથી:
એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે છતાં, ગુજરાતમાં દારૂ ખરીદવા માટે આધાર કાર્ડ ઓળખનો માન્ય પુરાવો નથી. આનાથી ઘણા મુલાકાતીઓ કાયદેસર રીતે ગુજરાતમાં લિકર ખરીદી શકતા નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં 2022થી નવેમ્બર 2024 સુધીમાં કેટલા કરોડ Aadhaar Authentications થયા? આંકડો જાણીને ચોંકી જશો
આ નિયમના કારણે લિકરશોપ અને સરકાર બંનેની આવકમાં ઓછી રહી છે. લિકર શોપ માલિકોના જણાવ્યા મુજબ ચાર માત્ર એક જ ડોક્યુમેન્ટ ફરજીયાત રાખવામાં આવે તો, વધુ યોગ્ય રહેશે. આ નિયમથી પ્રવાસી ગ્રાહકો પણ હતાશ છે.
લિકર શોપ માલિકોના જણાવ્યા મુજબ કે અમે નિયમોથી બંધાયેલા છીએ. પરિણામે, કેટલાક પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે દારૂ ખરીદવાનો પ્રયાસ કરે છે, જે કાયદાનું ઉલંઘન છે