Liquor permit in Gujarat: રાજ્યમાં દારૂની પરમીટ ઇસ્યુ અથવા રીન્યુની સંખ્યામાં તોતિંગ વધારો
અમદાવાદ: ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મેડિકલ ઉપરાંત અન્ય કેટલાક કારણોસર દારુ પીવાની મંજુરી આપવામાં આવે છે, એવામ રાજ્યમાં દારૂ પીવા માટે પરમીટ ધરવતા લોકોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ છે કે નાણાંકીય વર્ષ 2022-23માં પાછલા વર્ષ કરતા 24.8% વધુ દારૂની નવી ઇસ્યુ અથવા રિન્યુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના 31 ડિસેમ્બર, 2023 સુધીનાના ડેટા અનુસાર રાજ્યમાં 39,888 લોકો પાસે દારૂ પીવાની પરમિટ છે.
દારૂની પરમિટ આપવા અને રિન્યુ કરવા માટેની ફી દ્વારા રાજ્ય સરકારને થતી અઆવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2020-21 નાણાકીય વર્ષમાં, રાજ્યને પરમિટ ફી પેઠે રૂ. 11.92 કરોડ મળ્યા હતા, આ આંકડો 2021-22માં ઘટીને રૂ. 10.71 કરોડ થયો હતો અને 2022-23માં વધીને રૂ. 12.69 કરોડ થયો હતો.
31 ડિસેમ્બર, 2023 સુધીના આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 11,890 દારૂ પરમિટ ધારકો હતા, ડાંગ જિલ્લો માત્ર એક જ પરમિટ ધારક સાથે આ યાદીમાં છેલ્લા ક્રમે રહ્યો છે.
તાજેતરના વિધાનસભા સત્રમાં પુછાયેલા અતારાંકિત પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2021 અને માર્ચ 31, 2022 ની વચ્ચે, 13,985 દારૂની નવી પરમિટ અથવા રિન્યુ કરવામાં આવી હતી. જયારે 1 એપ્રિલ, 2022 અને માર્ચ 31, 2023 ની વચ્ચે, આ આંકડો 17,461 હતો, જે 24.8% નો વધારો દર્શાવે છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્યમાં 70 થી વધુ પરમિટ સાથેના લિકર સ્ટોર્સ છે, ઉપરાંત નવા સ્ટોર્સ માટે એક ડઝનથી વધુ અરજીઓ મળી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પ્રતિબંધ નીતિમાં આંશિક રીતે છૂટ આપવાની જાહેરાત કરી છે.