ગુજરાતમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સનો થશે પ્રારંભ…

અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વાહનો વધવાની સાથે લાયસન્સ માટે પણ લોકો મોટી સંખ્યામાં અરજી કરી રહ્યા છે. મળતી વિગત પ્રમાણે, રાજ્યના પરિવહન વિભાગે હોમ-મેડ લર્નિંગ લાયસન્સ માટેની પ્રક્રિયા 7 જુલાઈ, સોમવારથી કરશે. જેમાં અરજદારોને ઘરે બેઠા લેપટોપ દ્વારા તેમની ડ્રાઇવિંગ થિયરીની પરીક્ષા ઓનલાઇન આપવાની મંજૂરી આપવામાં આવશે.
વાહન વ્યવહાર કમિશનરની કચેરીના જણાવ્યા મુજબ, લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું સરકાર દ્વારા સરળીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઝ્ડ ઈ-કેવાયસી થકી કોન્ટેક્ટલેસ (ફેસલેસ) થકી મેળવી શકે તે ઉમદા હેતુથી વાહન વ્યહાર કમિશનરની કચેરી દ્વારા 07-07-2025થી અમલ થશે. જો અરજદાર નોન-ફેસલેસ અરજી કરવા માંગે તે કિસ્સામાં આટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ, પોલિટેક્નિક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગારી અર્થે મુલાકાત લેવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, હોમ-મેડ લર્નિંગ લાયસન્સનો વિચાર ગયા વર્ષે જ રજૂ કરવામાં આવ્યો હતો. એક નિષ્ણાત પેનલે ડિસેમ્બર 2024માં ભલામણો સબમિટ કરી હતી.