આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં ફરી લઠ્ઠાકાંડ? શંકાસ્પદ પીણું પીધા બાદ બેનાં મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડના સમાચારોએ ખળભળાટ મચાવ્યો છે. જોકે તંત્રએ આવી ઘટનાનો ઈનકાર કર્યો છે, પરંતુ મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા લિહોડા અને મુવાડામાં દારૂ પીવાથી બે વ્યક્તિના મોત થયાના અહેવાલો છે. જોકે પ્રાથમિક તપાસ અનુસાર તેમણે પીધેલા પીણામાં મિથોનોલ મળ્યુ નથી, પરંતુ એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવી છે, તેમ જ પોલીસ સર્તક થઈ ગઈ છે.

મળેલી માહિતી અનુસાર આ બન્નેએ પીણું પીધા બાદ તેમની તબિયત લથડી હતી અને તેમને હૉસ્પિટલે ખસેડાઈ તે પહેલા તેમના મોત થયા હતા. જોકે અન્ય કેટલા લોકોએ સાથે મળી આ પીણું પીધું છે તે અંગે માહિતી મળી નથી. વિવિધ રિપોર્ટ્ આવ્યા બાદ પોલીસ વધારે તપાસ હાથ ધરશે. હાલમાં બે જણે જીવ ગુમાવ્યાના અહેવાલો છે. વધું લોકો જો તબિયત લથડવાની ફરિયાદ કરે તો ઈમરજન્સી સેવાઓ મળી રહે તેનું ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

બીજી બાજુ દહેગામમાં ગઈકાલે તણાવ ઉભો થયો હતો. પતંગ ચગાવવા મામલે ઊભી થયેલી બબાલે ગંભીર સ્વરૂપ ધારણ કરતા પોલીસે બંદોબસ્ત સખત બનાવ્યો હતો. આજે સ્થિતિ સામાન્ય છે, તેમ છતાં પોલીસ સતર્ક છે. અહીં બે કોમ સામસામે આવી જતા પથ્થરમારો થયાની ઘટના બની હતી. જોકે પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રણમાં લાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button