Kutch ના ભચાઉ નજીક 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભુજ : ગુજરાતમાં ભૂકંપ ઝોન-5 મા સમાવાયેલા કચ્છમાં(Kutch) વિનાશક ધરતીકંપ આવ્યાના 22 વર્ષે પણ ભૂગર્ભીય સળવળાટ સતત ચાલુ છે. જેમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે શુક્રવારે વહેલી પરોઢે 3 અને 55 મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.
ધરતીકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસ
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ભચાઉના ઐતિહાસિક કંથકોટ ગામ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો આ આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આ આંચકાની અનુભૂતિ કેન્દ્રબિંદુ આસપાસના સીમાવર્તી વિસ્તારમાં વિશેષ અનુભવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સદીઓથી કચ્છની અશાંત રહેલી ભૂમિને સતત ધ્રુજાવી રહેલા ધરતીકંપના આંચકાઓનું કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે . જેમાં ભચાઉ,ફતેહગઢ, રાપર, કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો સમાવેશ થાય છે.
Also Read – Gujarat માં ઠંડીનું જોર વધ્યું, હજુ પણ કોલ્ડ વેવનું એલર્ટ
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
રિકટર સ્કેલમાં ભૂકંપના તરંગો માપવામાં આવે છે
રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.