આપણું ગુજરાતકચ્છભુજ
કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક મહિલાનું ભેદી મોત…

ભુજ: પશ્ચિમ કચ્છના સીમાવર્તી લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલુ રહ્યા છે તેવામાં આજે વધુ એક યુવાન મહિલાનો આ બીમારીએ ભોગ લેવાની સાથે મરણાંક ૧૫ પર પહોંચ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ દિવસથી સારવાર હેઠળ રાખવામાં આવેલી ભારાવાંઢની નીઓસાઈબેન અબુબકર જત નામની ૩૬ વર્ષિય મહિલાએ આજે છેલ્લા શ્વાસ લીધા હતા. હતભાગીને તાવ આવતો હતો અને પેટમાં દુઃખતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહિલાનું મૃત્યુ કઈ બીમારીથી થયું છે તે અંગે હાલ કશી જ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે, લખપત અબડાસામાં ફેલાયેલાં જીવલેણ ભેદી વાવર વચ્ચે આરોગ્ય તંત્રના તબીબો સહિતની ટીમોના ધાડેધાડાં સાફ-સફાઈ અને હેલ્થ સર્વેલન્સ માટે ઉતારી દેવાયાં છે.