અબડાસાના ખીરસરા-વિંઝાણના દસ વર્ષ જુના બહુચર્ચિત હત્યાકેસમાં 17 આરોપીઓ નિર્દોષ…

ભુજ: વર્ષ ૨૦૧૪માં પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ખીરસરા-વિંઝાણમાં થયેલી બહુચર્ચિત હત્યાના પ્રકરણમાં કથિત રીતે સામેલ ૧૭ જેટલા આરોપીઓ નિર્દોષ હોવાનું બહાર આવતાં તમામનો છુટકારો થયો છે.
આ પણ વાંચો : કચ્છમાં ભેદી બીમારીનો મરણાંક 15 સુધી પહોંચ્યો: ભુજમાં વધુ એક મહિલાનું ભેદી મોત…
કેસ અંગે તહોમત પૂરવાર કરવામાં મહત્વનો ભાગ ભજવનારા ધારાશાસ્ત્રી એમ.એ.ખોજાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૧૫મી જૂન,૨૦૧૪ના રોજ ખીરસરા-વિંઝાણના અંત્યજવાસની પાછળના ભાગે ગામના કબ્રસ્તાનની દીવાલને લઇને વિવાદ થયો હતો અને મોટરસાઈકલથી હાજાપર તરફ જઈ રહેલા મરનજનારને કેટલાક શખ્સો દ્વારા રસ્તામાં આંતરી લાકડી, કોશ, ધારિયાથી જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા. ઘાયલનું સારવાર પૂર્વે જ મોત નીપજ્યું હતું.
આ હત્યા અંગે ૧૭ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ થયા બાદ અટક કરાઇ હતી અને કેસ સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ૩૩ મૌખિક તેમજ ૫૦ દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ બંને પક્ષકારની દલીલો સાંભળીને નામદાર અદાલતે ૧૭ આરોપીને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે.