અમદાવાદઆપણું ગુજરાત

Khyati Case મુદ્દે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા, રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને આપવા સૂચના

અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં (Khyati Multispeciality Hospital) બે દર્દીના ખોટા ઑપરેશનથી મોત થયા બાદ કેસના ધમધમાટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આ ટીમે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઘટનાની શરૂઆતથી લઈ અત્યાર સુધીની તપાસની તમામ ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી. રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવાનો પણ આદેશ કર્યો હતો.

હસમુખ અઢીયાએ પણ કરી બેઠક

ગુજરાત સરકાર પણ સમગ્ર પ્રકરણમાં વધુ ગંભીર બની હતી અને મુખ્યપ્રધાનના સલાહકાર હસમુખ અઢીયાએ પણ પીએમજેએવાય, એસએચએ, 108 સહિતના વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને ગોટાળા મામલે મુખ્યમંત્રી કાર્યાલયને સીધો રિપોર્ટ કરવા સૂચના આપી હતી. તેમજ શંકાસ્પદ હૉસ્પિટલોની ચકાસણી કરવાના પણ આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો : ખ્યાતિકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા; અત્યારસુધીમાં થયા 112 લોકોના મોત

100થી વધુ લોકોને પૂછપરછ માટે તેડું

સૂત્રોએ જણાવ્યું કે, ક્રાઇમ બ્રાંચ દ્વારા 100થી વધુ લોકોને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં આરોગ્ય અને વિમા અધિકારીઓની મીલીભગતની શંકા વ્યકત થઇ રહી છે ત્યારે પીએમજેએવાય યોજનાના સીએમઓ તથા વિમા કંપનીના પ્રાદેશિક મેનેજરને પણ તપાસ માટે તેડાવાયા હતા. ખ્યાતિ હોસ્પીટલ સાથે સંકળાયેલા તમામની પૂછપરછ થવાનો સંકેત તપાસનીશ અધિકારીએ આપ્યો હતો.

અમદાવાદના ખ્યાતિકાંડને પગલે સરકારે નવી માર્ગદર્શિકા ઘડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર પ્રકરણમાં નવા-નવા ખુલાસા થતા રહ્યા છે. તપાસ દરમિયાન હૉસ્પિટલોમાં થયેલી 8000થી વધુ સર્જરી અને 112 દર્દીઓના મોતના ડેટા પણ મળી આવ્યો હતો. આ કૌભાંડમાં કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી જેવા આરોપી હજુ નાસતા ફરે છે જયારે મેહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ સંજય પટોલીયા, પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત વગેરેની ધરપકડ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button