ગુજરાતમાં ખરીફ વાવેતરે વેગ પકડ્યો: 82 ટકાથી વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ...

ગુજરાતમાં ખરીફ વાવેતરે વેગ પકડ્યો: 82 ટકાથી વધુ વિસ્તારમાં વાવણી પૂર્ણ…

સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ

ગાંધીનગર: ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે.

જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૬૫ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ૬૮.૭૯ ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું હતું.

સરદાર સરોવર ડેમમાં કેટલો છે જળસંગ્રહ
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી બાવન ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૫ ડેમ એલર્ટ પર તેમજ ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના
ગુજરાતના માછીમારોને આજથી ૧૪ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ ૧૪,૫૯૮ રૂટ પર ૪૦,૨૬૪ ટ્રીપ કાર્યરત છે.

આ પણ વાંચો…ગુજરાતમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ: મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર!

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button