આપણું ગુજરાતજૂનાગઢ

Girnar Lili Parikrma : ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મૃત્યુ

જુનાગઢ: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા(Girnar Lili Parikrma )આયોજિત થતી હોય છે. જો કે આ વર્ષે ભક્તોના ધસારાને જોતા 24 કલાક પૂર્વે પરિક્રમાનો માર્ગ ખૂલ્લો મૂકી દીધો છે. તેમજ આજથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. તેવા સમયે લીલી પરિક્રમામા માટે આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. પરશોતમભાઈ જગદીશભાઈ અને રાજકોટના મહેશ રૂડાભાઈનું હ્રદયરોગના હુમલાથી મોત થયું છે.

પરિક્રમાના રૂટ પર પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ
જેમાં એક દિવસ પૂર્વે જ ઇટાવા ચેકપોસ્ટ પરથી પોલીસ દ્વારા શ્રીફળ વધેરી પરંપરાગત રીતે પરિક્રમા શરૂ કરાઇ. પરિક્રમા કરવા હજારો ભક્કો, સંતો-મહંતો ઉમટ્યા છે. જય ગિરનારીના નાદ સાથે શરૂ થયેલી પરિક્રમામાં ભક્તો 36 કિલોમીટર સુધી પગપાળા ચાલે છે. જો કે પરિક્રમામાં માર્ગમાં જંગલ વચ્ચે યાત્રિકોને અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાના રૂટ પર પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જ્યારે તળેટીમાં સંતો મહંતો, અઘોરીઓનો વસવાટ હોવાનું પણ માનવામાં આવે છે. પરિક્રમાના રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી જવાનો સહીત અઢી હજારથી પણ વધુ પોલીસ ગોઠવાયા છે. આધુનિક સાધનો સાથે પોલીસ તૈનાત રહેશે. જ્યારે સીસીટીવી દ્વારા ચાંપતી નજર રખાશે 5 દિવસની પરિક્રમામાં લાખો ભક્તો લાભ લઇ રહ્યા છે.

એસટી અને રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ સુવિધા
12મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી યોજનારી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસ.ટી.એ વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મુકવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાના પગલે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન બનાવ્યો છે.


આ પણ વાંચો…..Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં, સ્ટેન્ટ મુકતા બે દર્દીના મોતનો આક્ષેપ


સ્પેશિયલ ટ્રેકરની ટુકડી 24 કલાક કાર્યરત
ગિરનારની લીલી પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર 20 રાવટી અને 20 પાંજરા મુકાયા છે. ટ્રાન્કવિલાઈઝર ગન અને વેટરનરી ડોક્ટર્સની ટીમ તેમજ સાસણથી સ્પેશિયલ ટ્રેકરની ટુકડી પણ 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય વન તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા બોરદેવી ચાર સ્થળ સિવાય રાત્રિરોકાણ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker