આપણું ગુજરાત

કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત, ઠંડીનો પારો હજુ પણ ગગડવાની આગાહી

ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાય રહ્યા છે. જેને લઈને રાજયભરમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે (Gujarat Weather Update). રાજધાની ગાંધીનગરમાં પણ નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવાના એંધાણ આપી દીધા છે.

રાજયભરમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન યથાવત રહેશે. અગાઉ હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવ જણાવ્યુ હતું કે, રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. સાથે સાથે તેઓએ જણાવ્યુ હતું કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે અને જેને લઈને આજે રાજયભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.


તાજેતરનાં આંકડાઓની જો વાત કરવામાં આવે તો . સોમવારે પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી વધુ 8 ડિગ્રીએ પહોંચ્યુ હતું. 10 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ પણ ઠંડુગાર રહ્યુ હતુ. ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે વડોદરા અને રાજકોટમાં 12 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. જ્યારે કેશોદ, સુરેન્દ્રનગર, મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ભુજમાં 14, ભાવનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker