Gujarat માં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમુક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમા સૌથી વધુ ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમા અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત વરસાદ રહેશે.
હવામાન વિભાગની પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. શનિવારે 13મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. જ્યારે રવિવારે 14મી તારીખે નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 30 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસયો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ, સુરત સિટીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડ, ઉપલેટામાં અઢી ઇંચ. જ્યારે જલાલપોર, પારડી, ધંધુકામાં બા-બે ઇંચ, તેમજ ખાંભા, કપરાડા, પોશીનામાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. ખેરગામ, ડભોઈ, હાંસોટમાં પોણા બે ઇંચ અને બોરસદ અને વાપીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો