આપણું ગુજરાત

ગુજરાત સરકાર ખેડૂતો માટે I-Khedut પોર્ટલ લોન્ચ કરશે, આ જિલ્લાઓમાં મળશે સેવા

ગાંધીનગરઃ ખેડૂતો ગુજરાત સરકારની યોજનાઓ માટે સરળતાથી અરજી કરીને તેનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ત્યારે વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સાત દિવસમાં જિલ્લાવાર આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું:
સરકારી પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

11 જિલ્લાના ખેડૂતો 21મીથી 27મી સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકશે:

જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી 21મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

23મીથી 29મી સપ્ટેમ્બરે 10 જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે:
આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ 10 જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. 23મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

24મીથી 30મી સપ્ટેમ્બર સુધી 12 જિલ્લાના ખેડૂતો:
જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી 24મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર, 2024 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button