ગુજરાતમાં બદલીનો દોર; એકસાથે 18 IAS અધિકારીઓની બદલી…

અમદાવાદ: રાજ્યમાં IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. એકસાથે રાજ્યના 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં ગેરકાયદે દબાણો સામે આકરી કાર્યવાહી કરનારા ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે.
ગીર સોમનાથ જિલ્લાના કલેકટરની બદલી
ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની બદલી ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશનના મિશન ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને ગીર સોમનાથ જિલ્લાના કલેકટર તરીકે સહકારી મંડળી રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે.
તે ઉપરાંત જુનાગઢ ડીડીઓ નીતિન વી. સાંગવાનની બદલી કરીને તેમને રોજગાર અને તાલીમ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણા સ્પીપાના નાયબ નિયામક સી.સી. કોટકની બદલી કરીને તેમને સ્પીપા અમદાવાદ ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. GPSCના સંયુક્ત સચિવ વી. એલ. પટેલની બદલી કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના વધારાના કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.