ST કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નોકરી દરમિયાન મૃત્યુ થાય તો મળશે આટલા લાખની સહાય

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. જે મુજબ એસટી નિગમનો કર્મચારી ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામે તો તેના સ્વજનોને 14 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. હાલ ચૂકવાતી આર્થિક સહાયમાં 8 થી 10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશ મુજબ, ગુજરાત એસટી નિગમમાં ફરજ દરમિયાન જો ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો વર્ગ 3-4ના નિયમિત કર્મચારીના આશ્રિતોને તેમની બાકીની નોકરીના સમયગાળાને ધ્યાને લઈ રૂ. 4 થી 6 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવતી હતી. એસટી કર્મચારી મહામંડળ સહિતના મંડળોની રજૂઆત બાદ રાજ્ય સરકારે સહાયની રકમ વધારતાં 24 સપ્ટેમ્બર, 2022 બાદ મૃત્યુ પામેલા કર્મચારીના આશ્રિતોને 14 લાખની સહાય ચૂકવવામાં આવશે.
Also read: એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં ૩૦ ટકાનો વધારો
નિગમ દ્વારા 5 વર્ષ માટે ફિક્સ પગારતી કરાર આધારિત વર્ગ 3 અને 4ના કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના આશ્રિતોને 4 લાખની સહાય ચૂકવાતી હતા. તે 12 ઓક્ટોબર 2023 બાદ મૃત્યુના કિસ્સામાં વધારીને 14 લાખ કરવામાં આવી છે.