આપણું ગુજરાત

‘આ પ્રકારનું નિવેદન ચલાવી ન લેવાય’, અમદાવાદ પોલીસ કમિશનરની કઇ ટિપ્પણી પર હાઇકોર્ટ થઇ લાલઘુમ?

અમદાવાદ: રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિકની સમસ્યા જેવા પ્રશ્નો અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનરે આ સમસ્યાઓ અંગે તેમના તરફથી કયા પગલા લેવાયા છે તેવી વિગતો અંગેનું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતું. જો કે ગુજરાત હાઇકોર્ટે પોલીસ કમિશનરના એક નિવેદનની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી અને તેમને ટકોર કરી કહ્યું હતું કે આ પ્રકારનું નિવેદન ચલાવી ન લેવાય.

થોડા સમય પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે શહેર પોલીસ કમિશનરે ટિપ્પણી કરી હતી કે શહેરમાં 2-5 ટકા ગુનાખોરી વધે કે ઘટે તેનાથી કોઇ ફરક પડતો નથી. આ નિવેદનની ગંભીરતાથી નોંધ લઇ કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર પોતે જ આ પ્રકારનું નિવેદન આપે તે ચલાવી ન લેવાય.


આ પછી એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે તેમણે FIRની નોંધણીના સંદર્ભમાં કહ્યું હતું કે અમુક પોલીસ અધિકારીઓ દ્વારા એફઆઇઆર નોંધવામાં ન આવતી હોવાને કારણે ક્રાઇમ રેટમાં વધઘટ થાય છે. મીડિયાએ તેનો ખોટોઅર્થ કાઢ્યો છે. કોર્ટે જવાબમાં કહ્યું હતું કે અધિકારીઓ તો તમારા જ છે ને. આવું નિવેદન આપવું એ યોગ્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button