દુષ્કર્મ કેસમાં સજા સ્થગિત કરવા આસારામની અરજી પર ગુજરાત હાઇકોર્ટની મનાઈ
ગાંધીનગર: 2013 ના બળાત્કારના મામલામાં જેલની સજા ભોગવી આસારામ દ્વારા સજાને સ્થગિત કરવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. આસારામ દ્વારા અરજીમાં તેને મળેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. જો કે અરજી પર સુનાવણી દરમિયાન સજાને સ્થગિત કરવાની માંગને ફગાવતા અદાલતે કહ્યું હતું કે આ આસારામને સજાથી રાહત આપવી જોઈએ તેવું કોઇ વિશેષ કારણ નથી. બળાત્કાર કેસમાં દોષી ઠરેલા આસારામને વર્ષ 2023માં ગાંધીનગર કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.
જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ વિમલ વ્યાસની ડિવિઝન બેન્ચે ગુરુવારે આપેલા તેના આદેશમાં સજાને સ્થગિત કરવા અને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં કહ્યું હતું કે આ મામલે રાહત આપી શકવાનું કોઇ વિશેષ કારણ નથી. જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને દોષિત ઠેરવ્યા હતા. આસારામના ગાંધીનગર આશ્રમમાં રહેતી એક મહિલાની અરજી પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હાલ આસારામ બળાત્કારના અન્ય એક કેસમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.
આ પણ વાંચો : આજીવન કારાવાસની સજા ભોગવનાર આસારામને અચાનક મુંબઈ લવાયા, જાણો કારણ?
કોર્ટ સમક્ષ આસારામ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે એક ષડયંત્રનો શિકાર છે અને બળાત્કારના આરોપો ખોટા છે. ઉલ્લખનીય છે કે જોધપુર રેપ કેસમાં સજા વિરુદ્ધ આસારામની અપીલ રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં સજા સ્થગિત કરવાની તેમની અરજી રાજસ્થાન હાઈકોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં ફગાવી દીધી હતી.
આસારામની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું હતું કે “આ તબક્કે પરિસ્થિતિઓની સંપૂર્ણતા પર વિચાર કરતા, અપીલમાં સંભવિત વિલંબ અને તબીબી બિમારી તેમજ દસ વર્ષ જેલની સજા પૂર્ણ કરવા માટેના કારણો અમારા મતે સસ્પેન્શન માટેની પ્રાર્થનાને ધ્યાનમાં લેવાને સંબંધિત ન હોઈ શકે.” આસારામની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે એક ષડયંત્રનો શિકાર છે અને બળાત્કારના આરોપો ખોટા છે.