1.70 Lakh Cases Pending in Gujarat High Court

ગુજરાત હાઇ કોર્ટમાં 1.70 લાખથી વધુ કેસ પડતર, જાણો ન્યાયાધીશની કેટલી જગ્યા છે ખાલી…

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટમાં (Gujarat High Court) હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના (Rajya Sabha) સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યપ્રધાન અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો : જાણીતા લેખક એચ. એન. ગોલીબારનો બ્રેઇન હેમરેજને લીધે ઇન્તેકાલ

ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ કેટલા કેસ છે પડતર

ગૃહમાં રજૂ કરાયેલા પ્રધાનના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસ પડતર છે, જ્યારે દેશની વિવિધ હાઇ કોર્ટમાં કુલ 61,80,878 કેસ પડતર છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને 4,62,34,646 કેસ હાલની તારીખે પડતર છે.

ગુજરાતમાં ન્યાયાધીશની કેટલી જગ્યા છે ખાલી

આ ઉપરાંત ગુજરાત હાઈ કોર્ટમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી 52માંથી 20 જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં ન્યાયાધીશની કુલ મંજૂર કરાયેલી 1720માંથી 535 જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈ કોર્ટમાં ન્યાયાધીશની કુલ 1122 જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી 368 જગ્યા આજે પણ ખાલી છે.

આ પણ વાંચો : Gujarat: 142 કિમીના માર્ગોના રીસરફેસિંગ કામોને સરકારની મંજૂરી

જ્યારે આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 25,741 જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે 5262 જગ્યા હજી ખાલી છે, તેવો પ્રધાને ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની મંજૂર કરાયેલી કુલ 34માંથી ફક્ત એક જ જજની જગ્યા ખાલી છે.

સંબંધિત લેખો

Back to top button