કેસના ઝડપી નિકાલ સહિતના ફેરફારો સાથે ગુજરાત હાઈકોર્ટે નવી એસઓપી અમલમાં મૂકી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ન્યાયિક પ્રક્રિયાને આધુનિક અને ઝડપી બનાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સોમવારથી નવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર(એસઓપી) અમલમાં મૂકી હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું. વકીલો અને અરજદારો બન્ને માટે કોર્ટની કાર્યવાહી વધારે પારદર્શક, ચોક્કસાઈપૂર્વકની અને સરળ રહે તે માટે આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.
સુધારેલી માર્ગદર્શિકા દ્વારા મુખ્ય ન્યાયાધીશ અને સાથી ન્યાયાધીશો કોર્ટના કામકાજમાં વધારે જવાબદારી અને ઝડપની આશા સેવી રહ્યા છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ એક એ છે કે અરજીઓને કોર્ટના કામકાજના સાત દિવસોમાં સૂચિબદ્ધ કરી શકાય, જેથી વકીલો દ્વારા તાત્કાલિક સુનાવણી માટે વારંવાર કરવામાં વિનંતીઓની પ્રથા દૂર થઈ શકે.
નવી સિસ્ટમ અનુસાર સેન્ટ્રલ ફાઈલિંગ સેન્ટર (સીએફસી) નવી કડક છતાં વ્યવસ્થિત વેરિફિકેશન પ્રક્રિયા થઈ શકશે. ઔપચારિક ફાઇલિંગ નંબર સોંપવામાં આવે તે પહેલાં બે-સ્તરીય ચેકલિસ્ટનો ઉપયોગ કરીને નવા કેસની તપાસ કરવામાં આવશે. પ્રથમ સ્તર ફરજિયાત આવશ્યકતાઓને આવરી લે છે, જેમાં યોગ્ય રીતે સહી કરેલ અરજીઓ અને અપીલો, પુષ્ટિ થયેલ સોગંદનામા અને માન્ય વકાલતનામાનો સમાવેશ થાય છે, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી હતી.



