Gujarat હાઈકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના હંગામી જામીન આપ્યા…

અમદાવાદ : ગુજરાત(Gujarat)હાઇકોર્ટે આજે દુષ્કર્મ કેસ મામલામા આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. આસારામે હાઇકોર્ટેમાં છ મહિનાના કાયમી જામીન માટે અરજી કરી હતી. હાઇકોર્ટના મેડિકલ ગ્રાઉન્ડ પર માંગવામાં આવેલા જામીનને આગળ વધારવા કે નહિ તે અંગે હાઈકોર્ટના બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે ત્રણ મહિના માટે જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો નિર્ણય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આપ્યો હતો.
ત્યારબાદ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરાઈ હતી. બપોર બાદ તેના પર જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી.
રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના આપી હતી. ત્યારબાદ 14 જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઇકોર્ટે આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં આસારામના આશ્રમ પર બુલડોઝર ચાલશે? જાણો સરકાર કેમ કરી રહી છે વિચાર
ગાંધીનગરની એક સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના જાન્યુઆરીમાં ગાંધીનગરની એક સેશન્સ કોર્ટે આસારામ બાપુને વર્ષ 2013ના બળાત્કાર કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જે સુરતના એક આશ્રમમાં એક મહિલા શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવાનો કેસ હતો.