ગુજરાત હાઈકોર્ટે ટોયલેટ સીટ બેસીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ભાગ લેનારને 1 લાખનો દંડ ફટકાર્યો

ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં વર્ચ્યુઅલ કોર્ટની એક સુનાવણી વાયરલ થઈ હતી. આ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોયલેટ સીટ પર બેસીને સુનાવણીમાં ભાગ લેતો જોવા મળ્યો હતો. તેની બાદ આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સોમવારે આ વ્યક્તિને આ કૃત્ય બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આગામી સુનાવણી 22 જુલાઈના રોજ
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટની બે જજોની બેન્ચે જણાવ્યું હતું કે, આ સંબંધિત વ્યક્તિ સમદ અબ્દુલ રહેમાનનું વર્તન હઠીલું અને કોર્ટનો તિરસ્કાર કરતું હતું.આ ઉપરાંત હાઈકોર્ટ તેને જેલની સજા કરવાનું પણ વિચારી રહી છે. જયારે હાઈ કોર્ટે આદેશ આપ્યો કે, સમદ અબ્દુલ રહેમાને લાઇવ-સ્ટ્રીમિંગ કાર્યવાહી દરમિયાન પોતાના વર્તન અંગે કબૂલાત કરી છે. તેથી અમે સમદ અબ્દુલને આગામી સુનાવણી પૂર્વે કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ 1 લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્દેશ આપીએ છીએ. આ કેસની આગામી સુનાવણી 22 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: શરમજનક: હાઈ કોર્ટની ઓનલાઇન સુનાવણી વખતે શખસએ કરી નાખ્યું આ કારસ્તાન!
વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ઘટના
ઉલ્લેખનીય છે કે, 20 જુનમાં રોજ ગુજરાત હાઇકોર્ટની ન્યાયાધીશ નિર્જર એસ દેસાઇની બેન્ચની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક વ્યક્તિ ટોઇલેટ સીટ પર બેસીને કાર્યવાહીમાં ભાગ લેતો જોવા મળ્યો હતો. આ અંગેની વિડીયો પર વાઈરલ થયો હતો. જેમાં કોર્ટના રેકોર્ડ મુજબ આ વ્યક્તિ એફઆઈઆર રદ કરવાની માંગણી કરતા કેસમાં પ્રતિવાદી તરીકે હાજર થઈ રહ્યો હતો. જે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. જોકે બંને પક્ષો વચ્ચે સમાધાન થયા પછી કોર્ટે એફઆઈઆર રદ કરી દીધી હતી.