કચ્છના રણોત્સવ આડે દોઢ મહિનો બાકી ને કોર્ટે આપ્યો આ આદેશ, હવે શું થશે?

અમદાવાદઃ ગુજરાત ટુરિઝમનો ઘણો જ લોકપ્રિય પ્રોજેક્ટ કચ્છ રણોત્સવ આ વર્ષે અટવાયો છે.
રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી હોય છે. પરંતુ આ વખતે સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે રણ ઉત્સવનું ટેન્ડર (Tender) પ્રાવેગ નામની કંપનીને આપ્યું હતું, જે હાઈ કોર્ટે રદ કર્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો હતો. કચ્છ રણોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વખતે રણોત્સવની તૈયારીઓ કરવાનું અઘરું પડી જશે.
કચ્છમાં ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે ઘોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો લોકો સફેદ રણની મુલાકાત લઈ આ રણ ઉત્સવની મુલાકાત લેતા હોય છે. દરમિયાન આ વર્ષે પણ 1લી નવેમ્બરથી શરૂ થઈ ફેબ્રુઆરી મહિના સુધી ચાલવાનો છે ત્યારે ગુજરાત ટૂરિઝમ દ્વારા પાર્કિંગ, પ્રવાસીઓને ઈલેક્ટ્રીક-ડિઝલ બસમાં લાવવા-લઈ જવા અને ટેન્ટસિટી સહિતની આનુષંગિક સેવા સંબંધી ટેન્ડર બહાર પાડવામા આવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છના આ ગામમાં છે એક-બે નહીં પૂરી 17 બેંક, જેમાં પડી છે એટલી થાપણો કે…
કચ્છની રણોત્સવની સાઈટ ઉપર ઉભી કરવામાં આવેલી કાયમી ટેન્ટ સિટીના ટેન્ડરનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. કારણ કે, આ વખતે વર્ષો જુના કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સને બદલે ટેન્ડર અમદાવાદની પ્રવેગ નામની કંપનીને મળ્યું હતું. બન્ને કંપની વચ્ચે 17 કરોડની રકમનો તફાવત હોવાને કારણે L 1 તરીકે નવી પ્રવેગ કંપની હતી જયારે L 2માં જુના કોન્ટ્રાકર હતા. કોન્ટ્રાક્ટની અમુક બાબતો નિયમાધીન ન હોવાની રજૂઆત જૂના કોન્ટ્રાક્ટરે કોર્ટ સમક્ષ કરતા કોર્ટે તેમના કેસની સુનાવણી દરમિયાન ટેન્ડર રદ કરી પ્રક્રિયા ફરી કરવાનો આદેશ આપ્યો હતો.
રણોત્સવ ગુજરાત ટૂરિઝમનો ઘણો મહત્વનો પ્રોજેક્ટ છે અને દર વર્ષે હજારો પર્યટકોને આકર્ષે છે