સિંહોના અકાળે થઈ રહેલા મોતને લઈને હાઇકોર્ટ લાલઘૂમ: સરકારની આકરી ઝાટકણી કાઢી

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર ભારતનું ગૌરવ સમા એશિયાઈ સિંહોના અકાળે થઈ રહેલા મોતને (Untimely death of Asiatic lion)લઈને ગુજરાત હાઇકોર્ટે (Gujrat Highcourt) રેલવે વિભાગની આકરી ઝાટકણી કાઢી નાખી છે. સિંહોના મોત ના થાય તે માટે એક યોગ્ય નીતિ ઘડવામાં આવે અને રેલવે ટ્રેકને ફેન્સીંગ લગાવવામાં છે. આ મામલે હાઇકોર્ટે રેલવે વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો: સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી
સાસણ ગીરમાં સિંહોના થઈ રહેલા મોતને લઈને આજે હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે રેલવે વિભાગની આકરી ઝાટકણી કાઢતા તેની પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો હતો. તેના પ્રત્યુતરમાં રેલવે વિભાગ દ્વારા આ અંગે વિશેષ ટીમની રચના કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. રેલવે વિભાગ દ્વારા દસ સભ્યોની એક સમિતિ બનવવામાં આવી હોવાનું અને આ કમિટીની ત્રણ બેઠકો પણ મળી જણાવ્યું હતું.
વનવિભાગ તરફથી એડિશનલ એડવોકેટ જનરલે હાઇકોર્ટ પાસે સમય માંગ્યો છે. તપાસ અને જવાબદારી નક્કી કરવા અંગે બે અઠવાડિયામાં જાણકારી આપવાની ખાતરી આપી છે. તેમણે આગામી સુનાવણી 12 જુલાઇના રોજ યોજવા માટેની માંગ કોર્ટ સમક્ષ કરી હતી. સિંહોના અકાળે થઈ રહેલા મોતને લઈને ગુજરાત હાઇકોર્ટ પન ખૂબ ચિંતિત છે. મુખ્ય ન્યાયધીશની ખંડપીઠે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને રેલવે વિભાગને ભીંસમાં લીધા હતા. રેલવેના લીધે થી રહેલા સિંહોના મોત અટકે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રેલવે વિભાગને આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં ટ્રેન અકસ્માતોથી સિંહોના મોત મામલે હાઈકોર્ટ લાલઘુમ, રેલ્વે વિભાગને લગાવી ફટકાર
લગભગ છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા છે જેમા 32 સિંહોના આકસ્મિક મોત થયા હતા. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે. ગુજરાત હાઇકોર્ટે સિંહોના મોત મામલે રેલ વિભાગ વિરુદ્ધ લાલ આંખ કરી હતી. કોર્ટે રેલ વિભાગ પાસે જવાબ માંગ્યો હતો કે સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે તમે શું વિચાર કરી રહ્યા છો, તે વિશે સોગંદનામું દાખલ કરો.