દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈએલર્ટ, વાહન ચેકિંગ શરૂ કરાયું અનેક સ્થળોએ સુરક્ષા વધારાઈ

અમદાવાદ : દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરક્ષાના કારણોસર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધાર્મિક સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.લોકોને કોઈ પણ બિન વારસી વસ્તુઓ અને વાહનથી દૂર રહેવા અને પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ હાઈ એલર્ટ
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ પોલીસ કમિશ્નરે પોલીસએ સતર્ક રહેવા આદેશ આપ્યા છે. તેમજ વાહન ચેકિંગને સઘન બનાવવા પણ જણાવ્યું છે. જયારે ગઈકાલે જ ગુજરાત એટીએસે આઈએસઆઈએસ સાથે સંકળાયેલ ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી.
સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટને કારણે સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આર્થિક પાટનગર દિલ્હીમાં સતર્કતાને ભાગરુપે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટનગર દિલ્હીમાં જાહેર સ્થળોએ લોકોની અવરજવરમાં રોક લગાવવામાં આવી છે. ઘટનાસ્થળેના વિસ્ફોટના ફોટોગ્રાફ્ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિસ્ફોટ પછી સાક્ષીઓએ કહ્યું કે મારી જિંદગીમાં આટલી તીવ્ર માત્રાના વિસ્ફોટ ક્યારેય જોયા નથી. વિસ્ફોટમાં અનેક લોકોને ઈજા પહોંચવાના સમાચાર છે.
ગુજરાત એટીએસે ત્રણ આતંકીઓની ધરપકડ કરી
આ આતંકવાદીઓમાં 35 વર્ષીય ડૉક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદનું નામ પણ સામેલ છે. આ આંતકીએ ચીનથી MBBS કર્યું છે અને તે ISKP સાથે જોડાયેલા વિદેશમાં ઉગ્રવાદીઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. અહેમદની સાથે તેના બે સાથી મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકવાદીઓ અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા,



