Gujarat માં 2023-24માં વિવિધ હેરિટેજ સાઈટની 21 લાખથી વધુ પ્રવાસીએ મુલાકાત લીધી…
ગાંધીનગરઃ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા માટે જાણીતા ગુજરાતમાં અનેક હેરિટેજ સાઈટ આવેલી છે. જે લાખો ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની પ્રથમ પસંદગી છે. ગુજરાત ટુરિઝમ વિભાગ અનુસાર 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીએ ગુજરાતા મુખ્ય હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવા યુનેસ્કો દર વર્ષે 19 થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીક મનાવે છે.
આ પણ વાંચો : Vav Bypoll: વાવમાં ભાજપની જીત, કોંગ્રેસની હાર માટે કોની ભૂમિકા, કેટલા મળ્યા મત?
પીએમ મોદીના જન્મસ્થળ વડનગર પર વિશેષ ફોક્સ
ગુજરાત સરકાર આવા હેરિટેજ સ્થળો પર સાઉન્ડ એન્ડ લાઈટ શો દ્વારા નાઈટ પર્યટનને પણ પ્રોત્સાહન આપી રહી છે. જેની વિશ્વભરના પ્રવાસીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. વડનગર અને ધોળાવીરામાં 255 કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસનને લગતી સુવિધાએ વિકસાવવામાં આવી રહી છે. વડનગર પીએમ મોદીનું જન્મ સ્થળ હોવાથી અહીં ગુજરાત સરકારનું વિશેષ ફોક્સ છે. વડનગરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડનગરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે.
ધોળાવીરા સહિત અહીં વધી રહ્યા છે પ્રવાસીઓ
ધોળાવીરામાં 185 કરોડ રૂપિયાના ખર્ચે પર્યટન વિકાસ યોજનાઓ બનાવવામાં આવી છે. ધોળાવીરામાં પણ પ્રવાસીઓ વધી રહ્યા છે. અહીં 2022-23માં 1.41 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. જે 2023-24માં વધીને 2.32 લાખ પર પહોંચી હતી. મોઢેરામાં સૂર્ય મંદિર, અડાલજની વાવમાં પણ પ્રવાસીઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.
આ પણ વાંચો : Surat ના હવાલા કૌભાંડનો પર્દાફાશ, વધુ પાંચ આરોપીની ધરપકડ
કિલ્લાઓની જીર્ણોદ્ધાર માટે પણ ફાળવણી
આ ઉપરાંત ગુજરાત સરકાર ઐતિહાસિક કિલ્લાના જીર્ણોદ્ધાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહીછે. ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધાર માટે 74 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમરેલીમાં રાજમહલના જીર્ણોદ્ધાર માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને લખપત કિલ્લાના જીર્ણોદ્ધાર માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે.