આપણું ગુજરાત

ગુજરાતમાં વધુ વરસાદથી કપાસનું ઉત્પાદન આ વર્ષે 10થી 15 ટકા ઘટાટાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં સતત વરસાદે ખેડૂતો માટે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. જળાશયો છલકાતા આવનારા મહિનાઓ માટે ભલે પાણીની વ્યવસ્થા થઈ હોય પણ હાલમાં ખેતરમાં વાવેલા પાકનું ધોવાણ થયું છે. કોટન એસોસિએશન ઓફ્ ઈન્ડિયા (CAI) અને ખેડૂતોના અંદાજ મુજબ વાવેતરમાં ઘટાડો અને વરસાદથી પાકને થયેલા નુકસાનના કારણે આ વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 10-15 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. ખેડૂતોના જણાવ્યુ મુજબ જૂન જુલાઈ માં થયેલા વરસાદને કારણે વાવેતરને સૌથી વધારે નુકસાન થયું છે.

ગુજરાત કૃષિ વિભાગના આંકડા મુજબ 2જી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં કપાસનું વાવેતર ગત વર્ષના 26.79 લાખ હેક્ટર કરતાં આ વર્ષે 12 ટકા ઘટીને 23.62 લાખ હેક્ટર થયું છે. CAIના અંદાજ પ્રમાણે ગુજરાતમાં કોટનનું વર્ષ 2023-24માં રૂ. 92 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. આ વર્ષે વરસાદના કારણે નુકસાનીની સંભાવના જોતાં આ વર્ષે ઉત્પાદન ગત વર્ષ કરતાં નીચું રહેશે.

ગુજરાતમાં બે અઠવાડિયામાં રૂનાં ભાવમાં આટલો વધારો
કપાસના વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં સિઝનનો સ્ટોક પૂરો થવા ઉપર હોઈ અત્યારે કપાસ અને રૂની આવકો ઘટી રહી છે. ઓછી આવકો સામે માગ જળવાઈ રહેતા રૂના ભાવમાં છેલ્લા 15 દિવસોમાં અંદાજે રૂ. 2,000નો વધારો થયો છે. ગુજરાતમાં બે સપ્તાહમાં જ રૂ. 57,500 ના ભાવનુ રૂ અત્યારે રૂ. 59,500 પ્રતિ ખાંડી (એક ખાંડી 356 કિલો) સૂધી પહોંચી ગયુ છે. રાજ્યમાં દૈનિક 1,500 થી 1,700 ગાંસડીની આવકો રહે છે જ્યારે દેશમાં પાંચ હજાર થી છ હજાર ગાંસડીની આવકો થાય છે.

CAIના પ્રમુખના જણાવ્યા મુજબ ગુજરાતમાં જૂન મહિનામાં અંદાજે 10 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. ઓગસ્ટ શરૂઆતમાં કપાસના પાકમાં સારો થશે તેમ જણાતું હતું. પરંતુ 15મી ઓગસ્ટ પછી રાજ્યમાં કપાસનું વાવેતર થયું હોય તેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાવેતરમાં 15-25 ટકાનું નુકસાન થયું હતું. જુલાઈ-ઓગસ્ટમાં જે વાવેતર થયું છે તેમાં છોડ નાનો છે એટલે તેમાં નુકસાની નથી. જો હવે ભારે વરસાદ આવે તો તેમાં પણ નુકસાન જઈ શકે છે. જોકે માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ વાવેતર ઘટ્યું છે.

દેશમાં સરેરાશ 125-130 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થાય છે. આ વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા મહત્વના ઉત્પાદક રાજ્યોમાં વાવેતર વિસ્તાર ઓછો થવાથી દેશનું કપાસનું વાવેતર 111 લાખ હેક્ટર પર પહોંચ્યું છે, જે ગત વર્ષે 123 લાખ હેક્ટર હતું.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…